View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |

શ્રી દત્ત ભવાની (ગુજરાતી મૂલ)

[શ્રી રંગ અવધૂત સ્વામિ વિરચિત શ્રી દત્તભવાની]

જય યોગીશ્વર દત્ત દયાળ ।
તુ જ એક જગમાં પ્રતિપાળ ॥ 1॥

અત્ર્યનસૂયા કરી નિમિત્ત ।
પ્રગટ્યો જગકારણ નિશ્ચિત ॥ 2॥

બ્રહ્માહરિહરનો અવતાર ।
શરણાગતનો તારણહાર ॥ 3॥

અંતર્યામિ સતચિતસુખ ।
બહાર સદ્ગુરુ દ્વિભુજ સુમુખ્ ॥ 4॥

ઝોળી અન્નપુર્ણા કરમાહ્ય ।
શાંતિ કમન્ડલ કર સોહાય ॥ 5॥

ક્યાય ચતુર્ભુજ ષડભુજ સાર ।
અનંતબાહુ તુ નિર્ધાર ॥ 6॥

આવ્યો શરણે બાળ અજાણ ।
ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ ॥ 7॥

સુણી અર્જુણ કેરો સાદ ।
રિઝ્યો પુર્વે તુ સાક્શાત ॥ 8॥

દિધી રિદ્ધિ સિદ્ધિ અપાર ।
અંતે મુક્તિ મહાપદ સાર ॥ 9॥

કિધો આજે કેમ વિલંબ ।
તુજવિન મુજને ના આલંબ ॥ 10॥

વિષ્ણુશર્મ દ્વિજ તાર્યો એમ ।
જમ્યો શ્રાદ્ધ્માં દેખિ પ્રેમ ॥ 11॥

જંભદૈત્યથી ત્રાસ્યા દેવ ।
કિધિ મ્હેર તે ત્યાં તતખેવ ॥ 12॥

વિસ્તારી માયા દિતિસુત ।
ઇંદ્ર કરે હણાબ્યો તુર્ત ॥ 13॥

એવી લીલા ક ઇ ક ઇ સર્વ ।
કિધી વર્ણવે કો તે શર્વ ॥ 14॥

દોડ્યો આયુ સુતને કામ ।
કિધો એને તે નિષ્કામ ॥ 15॥

બોધ્યા યદુને પરશુરામ ।
સાધ્યદેવ પ્રહ્લાદ અકામ ॥ 16॥

એવી તારી કૃપા અગાધ ।
કેમ સુને ના મારો સાદ ॥ 17॥

દોડ અંત ના દેખ અનંત ।
મા કર અધવચ શિશુનો અંત ॥ 18॥

જોઇ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ ।
થયો પુત્ર તુ નિસંદેહ ॥ 19॥

સ્મર્તૃગામિ કલિકાળ કૃપાળ ।
તાર્યો ધોબિ છેક ગમાર ॥ 20॥

પેટ પિડથી તાર્યો વિપ્ર ।
બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર ॥ 21॥

કરે કેમ ના મારો વ્હાર ।
જો આણિ ગમ એકજ વાર ॥ 22॥

શુષ્ક કાષ્ઠણે આંણ્યા પત્ર ।
થયો કેમ ઉદાસિન અત્ર ॥ 23॥

જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન ।
કર્યા સફળ તે સુતના કૃત્સ્ણ ॥ 24॥

કરિ દુર બ્રાહ્મણનો કોઢ ।
કિધા પુરણ એના કોડ ॥ 25॥

વંધ્યા ભૈંસ દુઝવી દેવ ।
હર્યુ દારિદ્ર્ય તે તતખેવ ॥ 26॥

ઝાલર ખાયિ રિઝયો એમ ।
દિધો સુવર્ણ ઘટ સપ્રેમ ॥ 27॥

બ્રાહ્મણ સ્ત્રિણો મૃત ભરતાર ।
કિધો સંજીવન તે નિર્ધાર ॥ 28॥

પિશાચ પિડા કિધી દૂર ।
વિપ્રપુત્ર ઉઠાડ્યો શુર ॥ 29॥

હરિ વિપ્ર મજ અંત્યજ હાથ ।
રક્ષો ભક્તિ ત્રિવિક્રમ તાત ॥ 30॥

નિમેષ માત્રે તંતુક એક ।
પહોચ્યાડો શ્રી શૈલ દેખ ॥ 31॥

એકિ સાથે આઠ સ્વરૂપ ।
ધરિ દેવ બહુરૂપ અરૂપ ॥ 32॥

સંતોષ્યા નિજ ભક્ત સુજાત ।
આપિ પરચાઓ સાક્ષાત ॥ 33॥

યવનરાજનિ ટાળી પીડ ।
જાતપાતનિ તને ન ચીડ ॥ 34॥

રામકૃષ્ણરુપે તે એમ ।
કિધિ લિલાઓ કી તેમ ॥ 35॥

તાર્યા પત્થર ગણિકા વ્યાધ ।
પશુપંખિપણ તુજને સાધ ॥ 36॥

અધમ ઓધારણ તારુ નામ ।
ગાત સરે ન શા શા કામ ॥ 37॥

આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ।
ટળે સ્મરણમાત્રથી શર્વ ॥ 38॥

મુઠ ચોટ ના લાગે જાણ ।
પામે નર સ્મરણે નિર્વાણ ॥ 39॥

ડાકણ શાકણ ભેંસાસુર ।
ભુત પિશાચો જંદ અસુર ॥ 40॥

નાસે મુઠી દીને તુર્ત ।
દત્ત ધુન સાંભાળતા મુર્ત ॥ 41॥

કરી ધૂપ ગાયે જે એમ ।
દત્તબાવનિ આ સપ્રેમ ॥ 42॥

સુધરે તેણા બન્ને લોક ।
રહે ન તેને ક્યાંયે શોક ॥ 43॥

દાસિ સિદ્ધિ તેનિ થાય ।
દુઃખ દારિદ્ર્ય તેના જાય ॥ 44॥

બાવન ગુરુવારે નિત નેમ ।
કરે પાઠ બાવન સપ્રેમ ॥ 45॥

યથાવકાશે નિત્ય નિયમ ।
તેણે કધિ ના દંડે યમ ॥ 46॥

અનેક રુપે એજ અભંગ ।
ભજતા નડે ન માયા રંગ ॥ 47॥

સહસ્ર નામે નામિ એક ।
દત્ત દિગંબર અસંગ છેક ॥ 48॥

વંદુ તુજને વારંવાર ।
વેદ શ્વાસ તારા નિર્ધાર ॥ 49॥

થાકે વર્ણવતાં જ્યાં શેષ ।
કોણ રાંક હું બહુકૃત વેષ ॥ 50॥

અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર ।
સુણિ હંશે તે ખાશે માર ॥ 51॥

તપસિ તત્ત્વમસિ એ દેવ ।
બોલો જય જય શ્રી ગુરુદેવ ॥ 52॥

॥ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ॥




Browse Related Categories: